News & Update for Shree Tragad Soni Members

  • ડાકોર ખાતે ધજા પૂજા, ધજા ચડાવા અને રાજભોગ પ્રસાદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ::

ડાકોર ખાતે ધજા પૂજા, ધજા ચડાવા તથા રાજભોગ પ્રસાદીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર ખાતે તારીખ 31/01/2026ના રોજ ભગવાન રણછોડરાયજીના પાવન મંદિરે ધજા પૂજા તથા ધજા ચડાવાનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આયોજિત થયો. આ શુભ પ્રસંગે ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત તથા સમસ્ત ત્રાગડ સોની મંડળના આશ્રય હેઠળ આશરે 200 જેટલા ભાવિક ભક્તો ડાકોર પધાર્યા હતા. વહેલી સવારે વિધિવત પૂજા-અર્ચના, મંત્રોચ્ચાર અને ધજા વિધિ કરીને ભગવાન રણછોડરાયજીને ધજા અર્પણ કરવામાં આવી. સમગ .....!!

View More


  • શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત દ્વારા આયોજિત સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર તથા વાર્ષિક મિટિંગ ભવ્યાતિભવ્ય રીતે સફળતાપૂર્વક સંપન્ન ::

શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત દ્વારા સમાજમાં ધાર્મિક સંસ્કારોનું જતન, સમાજમાં એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓના સંવર્ધનના શુભ હેતુસર તા. ૭-૫-૨૦૨૬ ના રોજ સુરત ખાતે આવેલ સુરતી મોઢ વણિક વાડીમાં સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર તથા મંડળની વાર્ષિક મિટિંગનો ભવ્ય અને ગૌરવસભર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પવિત્ર અને ધાર્મિક પ્રસંગે ત્રાગડ સોની સમાજના કુલ ૧૨ બટુકોને વૈદિક મંત્રોચ્ચાર, પૂજ્ય આચાર્યો અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર અપાવવામાં આવ્યો હતો. સમગ .....!!

View More